Wednesday, 22 April 2020

*વિશ્વ પુસ્તક દિવસ* મારા વિચારો....🖋️🖋️🖋️

"Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested."
- Francis Bacon

 અંગ્રેજી સાહિત્યના મહાન નિબંધ લેખકે પુસ્તક વિશે કંઈક ઉપર મુજબ કહ્યું છે. 

આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે પુસ્તક વિશેના ખ્યાલો મારે યુવા મિત્રો સાથે મોકળા મને વહેંચવા છે. ટેક્નોલોજીના ક્ષેત્રમાં માનવી હરણફાળ ભરી રહ્યો છે ત્યારે અત્યારે યુવા વર્ગ પુસ્તકોથી વધુ ને વધુ દૂર થતો જાય છે ને ઈંટરનેટ, મોબાઈલ ફોન ને કમ્પયુટરની નજીક સરતો જાય છે. ત્યારે પુસ્તકોથી તે વિમુખ થતો જાય છે. 
અંગ્રેજીમાં  એક શબ્દ છે-  voracious reader. વાચક કેવો હોવો જોઈએ તો કે જેમ ભૂખ્યા માણસ ને જેમ ખોરાકની તીવ્ર ભૂખ હોય તેમ વાચકને વાચન માટે અતિશય ભૂખ હોવી જોઈએ. અત્યારનો યુવા વર્ગ પોતાનો મોટા ભાગનો સમય મોબાઈલ પર જુદી જુદી રમતો રમવામાં અથવા તો સોશ્યલ મીડીયા જેમ કે ફેસબૂક, ટીકટોક, ઇન્ન્સ્તા ગ્રામ કે વોટસ એપ પર વ્યતિત કરે છે જેને કારણે પુસ્તકોની દુનિયાથી તે સાવ અજાણ છે. 
શાળા કોલેજો માં અપાતા શિક્ષણમાં પણ વાચન કૌશલ્ય નો અભાવ છે જો કે તેમાં ઘણી મર્યાદાઓ છે પણ આખરે તો વાચનની ટેવ વ્યક્તિએ જાતે જ વિકસાવી પડે છે. જો આજના યુવાનને વાચન માટે અભિમુખ કરવો હોય તો તેના માટે નક્કર દિશામાં વિચારવું આવશ્યક નહિ અનિવાર્ય છે નહિતર આવતી પેઢી માટે પુસ્તક શબ્દ માત્ર શબ્દ કોષ માં રહી જશે.
એક કહેવત છે કે   charity begins from home.   આજના બાળકને નાનપણ થી જ વાચનની ટેવ પાડવી જોઇશે જે કાર્ય માતા પિતાએ ઘરમાં પૂરૂ પાડવું જોઇએ. અત્યારે માતાપિતા 8 કે 9 વર્ષના પોતાના બાળકને જન્મ દિવસે 20000 રૂપિયાનો મોબાઇલ ફોન ભેટમાં આપતા અચકાતા નથી તો બાળકને 20000 રૂપિયા ના પુસ્તક ભેટમાં આપ્યા હોય તો? બાળક તો કૂમળો છોડ છે જેમ વાળો તેમ વળશે. 
તેનો અર્થ એટલો જ કે નવી પેઢીને વાચતી કરવા માટે આપણે ઍક સોચ બદલવાની જરૂર છે.
આજના વિશ્વ પુસ્તક દિવસે આપણે ઍક જાગ્રત માતા પિતા તરીકે આવો ઍક નાનો સંકલ્પ કરીએ કે હું મારા બાળકને તેના જન્મ દિવસ પર 500 રૂપિયા ના પુસ્તકો ભેટ આપીશ.
મિત્રો, ઍક નાનું અમથું પુસ્તક માનવ ની વિચાર ધારા અને જીવન બદલી નાખે છે. કોઇકે ખરૂં જ કહ્યુ છે કે જે ઘરમાં બે ચાર સારા પુસ્તકો ના હોય તે ઘરમાં દીકરી દેતાં વિચાર કરજો.
શાળા કક્ષાએ થી એક પીરીયડ લાઈબ્રેરી પ્રવુતિ નો રાખી શકાય
કોલેજ કક્ષાએ બુક રિવ્યૂ ના  તાસ ગોઠવવા જોઈયે
શ્રેષ્ઠ રીડર નો એવોર્ડ આપવો જોઈએ
વાંચન થી થતા ફાયદાઓ જેવાકે વિચારશક્તિ , યાદશક્તિ, નિર્ણયશક્તિ, માનસિક શક્તિ , જાણકારી, જ્ઞાન માં વધારો, તાર્કિક શક્તિ, બેસ્ટ ફ્રેન્ડ વગેરે રીતે પોતાના માં વધારો કરે છે

આવો, આપણે સૌ સાથે મળીને આ વિશ્વ પુસ્તક દિવસે સંકલ્પ કરીએ કે આ યુવા પેઢીમાં હુ વાચન માટે રસ નિષ્પન્ન કરાવીશ જેથી આવતી પેઢી દ્વારા ઍક સમૃધ્ધ સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે.
ર્ડો. શિશિર મંડાલીયા
પાર્થ ઓઝા

No comments:

Post a Comment